Video: જયપુરમાં ૧.૨૩ લાખની અસલી ગોલ્ડ સ્વીટ

જયપુરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈની અનોખી વેરાયટી તૈયાર કરવામાં આવી છે, જેની કિંમતને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. 'ત્યોહાર અશરફી' નામની આ ખાસ મીઠાઈ સોનાના સિક્કાના આકારમાં બનાવવામાં આવી છે, જેમાં એક અશરફીનું વજન 9 ગ્રામ અને કિંમત 11 હજાર 111 રૂપિયા છે. નવ અશરફીના બોક્સની કિંમત 9 હજાર 999 રૂપિયા છે, જ્યારે એક કિલો અશરફીની કિંમત અધધ 1 લાખ 23 હજાર રૂપિયા રાખવામાં આવી છે. બદામના બેઝથી તૈયાર થતી આ મીઠાઈમાં સોનાનો ઉપયોગ, કેસર અને ગોલ્ડ વર્ક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવરત્નથી પ્રેરિત 'ત્યોહાર નવરત્ન' કાજુ કતરી પણ તૈયાર કરાઈ છે, જેમાં નવ અલગ-અલગ નેચરલ ફ્લેવર્સ અને રંગોનો ઉપયોગ થયો છે. મીઠાઈની આ લક્ઝરી વેરાયટી દેશભરમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
જાહેરાત






