'સફેદ જર્સીને અલવિદા, યાદોને નહીં...', મોહમ્મદ શમીએ 13 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

'સફેદ જર્સીને અલવિદા, યાદોને નહીં...', મોહમ્મદ શમીએ 13 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા નહીં મળે. શમીએ શુક્રવાર (6 નવેમ્બર)ના રોજ મોડી રાતે આ ફોરમેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શમીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને સફેદ જર્સીને અલવિદા કહ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, જ્યારે પહેલી વાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે તેમના મનમાં માત્ર એક જ સ્વપ્ન હતું - દેશ માટે કંઈક કરવુ. 13 વર્ષ પછી તે જ તારીખે તેમણે આ સફરને યાદો સાથે વિદાય આપી દીધી.

મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા

જાહેરાત

શમીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "હું સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પરંતુ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં છોડું." આ પોસ્ટમાં શમીએ લખ્યું કે, ટેસ્ટ ક્રિકેટ તેના માટે માત્ર એક ફોરમેટ નથી, પરંતુ જીવનનો અત્યંત ખાસ ભાગ રહ્યો છે. આ સફરમાં મળેલી દરેક વિકેટ, દરેક સંઘર્ષ, ઈજા અને દરેક પુનરાગમને તેને કંઈક ને કંઈક શીખવ્યું છે.

સાથ આપનારાઓનો માન્યો આભાર

શમીએ પોતાની પોસ્ટમાં એ તમામ લોકોનો આભાર માન્યો, જેઓ તેની ક્રિકેટ કારકિર્દીના સારા અને મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહ્યા. શમીએ સાથી ખેલાડીઓ, કોચ, પરિવારના સભ્યો અને કરોડો ભારતીય ફેન્સનો આભાર માન્યો. શમીએ લખ્યું કે, 'આ તમામ લોકોએ દરેક પરિસ્થિતિમાં મારા પર વિશ્વાસ બનાવી રાખ્યો છે.'

છઠ્ઠા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર શમી

મોહમ્મદ શમીએ તેની 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી હતી. તે આ ફોર્મેટમાં ભારતનો છઠ્ઠા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શમી પર તેની ફિટનેસ સાબિત કરવાનું દબાણ હતું અને તેણે રણજી ટ્રોફીમાં તે સાબિત કર્યું. જોકે, પસંદગીકારો હવે તેમની પસંદગી કરવામાં રસ ધરાવતા જોવા મળી રહ્યા નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત