મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND W vs ZIM W / દીપ્તિ અને હરમનપ્રીતની ઐતિહાસિક સદીઓથી ભારતે ઝિમ્બાબ્વેને બીજી ODIમાં આપી માત, સિરીઝ કબજે કરી

IND W vs ZIM W / દીપ્તિ અને હરમનપ્રીતની ઐતિહાસિક સદીઓથી ભારતે ઝિમ્બાબ્વેને બીજી ODIમાં આપી માત, સિરીઝ કબજે કરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પ્લેયર ઓફ ધ મેચ હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની ઐતિહાસિક સદીઓ અને ત્યારબાદ વૈષ્ણવી શર્માની શાનદાર બોલિંગના કારણે ભારતીય મહિલા ટીમે રવિવારે બીજી ODIમાં ઝિમ્બાબ્વેને 121 રનથી હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી છે.

વડોદરા ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને ઝિમ્બાબ્વે માટે 329 રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો. વિશાળ સ્કોરનો પીછો કરતા ઝિમ્બાબ્વે 207 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મેચ હારી ગયું.

વૈષ્ણવી અને દીપ્તિએ ઝિમ્બાબ્વેને સમેટ્યું

329 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ઝિમ્બાબ્વે વૈષ્ણવી શર્મા અને દીપ્તિની સ્પિનનો શિકાર બન્યું. વૈષ્ણવીએ 10 ઓવરમાં 39 રન આપીને ચાર વિકેટ લીધી. દીપ્તિએ નવ ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ ઉપરાંત સયાલી સતઘરે, જિન્તિમની કાલિતા અને શ્રી ચરણીએ એક-એક વિકેટ લીધી.

ઝિમ્બાબ્વે તરફથી મોડેસ્ટર મુપાચિકવાએ 49 રન બનાવ્યા, જ્યારે ચિપો-મુગેરી તિરિપાનોએ 46 રન બનાવ્યા. ભારતીય બોલર્સની મજબૂત બોલિંગને કારણે ઝિમ્બાબ્વે 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું.

ભારતની નબળી શરૂઆત

પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી નહતી રહી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા સસ્તામાં આઉટ થઈ ગયા. નવનિયુક્ત કેપ્ટન મંધાનાએ મેચની પહેલી જ ઓવરમાં પુલ શોટનો પ્રયાસ કરતી વખતે પોતાની વિકેટ ગુમાવી દીધી.

ત્યારબાદ શેફાલી મિડવિકેટ પર કેચ થઈ ગઈ. નોમવેલો સિબાન્ડાએ તેને આઉટ કરી પોતાની વિકેટ લીધી. ત્યારબાદ પ્રતિકા રાવલ અને ભૂતપૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમને સ્થિર કરી.

પ્રતિકા અને હરમનપ્રીતે ઈનિંગને મજબૂત બનાવી

પ્રતિકા રાવલ (61) અને હરમનપ્રીતે ત્રીજી વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ સાથે ઈનિંગને સ્થિર કરી. પ્રતિકા જે ઉત્તમ ફોર્મમાં હતી, 23મી ઓવરમાં ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થઈ ગઈ.

ત્યારબાદ હરમનપ્રીતે તેની સંયમિત ઈનિંગ સાથે મેદાન પર પ્રભુત્વ જમાવ્યું. જોકે, તેને નસીબનો પણ સાથે મળ્યો અને તેના કેચ ત્રણ વખત ડ્રોપ થયો. આ હરમનપ્રીતે ODI ક્રિકેટમાં આઠમી સદી ફટકારી.

દીપ્તિ સાથે સદીની પાર્ટનરશિપ કરી

હરમનપ્રીતે 121 બોલમાં 126 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે દીપ્તિએ 86 બોલમાં અણનમ 106 રન બનાવ્યા. બંને અનુભવી ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 153 રન ઉમેરીને ભારતને 328ના સ્કોર સુધી પહોંચાડ્યું.

હરમનપ્રીતે ઓફ સાઈડ પર તેના ઉત્તમ શોટ્સથી દર્શકોનું મનોરંજન કર્યું. તેની અદ્ભુત કવર ડ્રાઈવ અને કટ શોટ્સ જોવાલાયક હતા.

જોકે, ભારત અપેક્ષા મુજબ ઈનિંગ પૂર્ણ ન કરી શક્યું. ટીમની નિયુક્ત ફિનિશર રિચા ઘોષ વધુ સમય સુધી ક્રીઝ પર ન રહી શકી, જેના કારણે રન રેટમાં ઘટાડો થયો.

દીપ્તિએ ઈનિંગની અંતિમ ઓવરમાં સ્ક્વેર લેગ તરફ ફોર સાથે તેની બીજી ODI સદી પૂર્ણ કરી. તેણે પોતાની ઈનિંગમાં કુલ 15 ચોગ્ગા ફટકાર્યા અને અણનમ રહી. આ બે અનુભવી ખેલાડીઓની શાનદાર ઈનિંગને કારણે ભારતે મેચ અને સિરીઝ જીતી લીધી.

આ સમાચાર શેર કરો