મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

15 વર્ષના વૈભવ સૂર્યવંશીના નામે જ ધ્રૂજ્યું ન્યૂઝીલેન્ડ! મેચ પહેલાં કીવી કેપ્ટન સેન્ટનરે કર્યો મોટો ખુલાસો

15 વર્ષના વૈભવ સૂર્યવંશીના નામે જ ધ્રૂજ્યું ન્યૂઝીલેન્ડ! મેચ પહેલાં કીવી કેપ્ટન સેન્ટનરે કર્યો મોટો ખુલાસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ભલે સ્પષ્ટ કરી દીધું હોય કે 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)એ પ્લેઈંગ 11માં સ્થાન મેળવવા માટે હજુ રાહ જોવી પડશે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમે આ યુવા ખેલાડી માટે પહેલેથી જ વ્યૂહરચના તૈયાર કરી લીધી છે. 22 ઓક્ટોબરે રમાનારી પ્રથમ T20 મેચ પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં કીવી ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે (Mitchell Santner) ખુલાસો કર્યો હતો કે, વૈભવ જેવા આક્રમક બેટ્સમેનને રોકવા માટે તેમની ટીમે યોગ્ય પ્લાનિંગ કરી લીધું છે.

   

વૈભવ સૂર્યવંશી સામે ન્યૂઝીલેન્ડનું ખાસ આયોજન

અભિષેક શર્મા અને સંજુ સેમસન નિયમિત ઓપનર તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોવાથી વૈભવને પ્લેઈંગ 11માં મર્યાદિત તકો મળી છે. સેન્ટનરે જણાવ્યું કે, ‘વૈભવ સૂર્યવંશી વેસ્ટ ઈન્ડિઝ સામેની ગત શ્રેણીમાં રમ્યો નહોતો, પરંતુ અમે આઈપીએલમાં જોયું છે કે તે કેટલો ઉત્તમ ખેલાડી છે. અમે જાણીએ છીએ કે અભિષેક જેવા અન્ય ખેલાડીઓ પણ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ સૂર્યવંશીની ભૂમિકા પણ ઘણી મોટી છે. જો તેને આ શ્રેણીમાં રમવાની તક મળશે તો અમે જાણીએ છીએ કે તે શું કરી શકે છે. બોલરો માટે તેને રોકવો ઘણો મુશ્કેલ રહ્યો છે. અમે આઈપીએલમાં જોયું કે તે કેટલી આક્રમક બેટિંગ કરી શકે છે. જો તેને રમવાની તક મળશે તો અમે તેના માટે રણનીતિ તૈયાર કરી રાખી છે.’

ભુવનેશ્વર કુમારની વાપસીથી ન્યૂઝીલેન્ડ માટે મોટો પડકાર

 

લગભગ 4 વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં વાપસી કરી રહેલા અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અંગે પૂછવામાં આવતાં સેન્ટનરે જણાવ્યું કે, ‘મને લાગે છે કે ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓ ભુવીને ખૂબ પસંદ આવશે. જો વિકેટ પરથી થોડી પણ મદદ મળશે તો તે તેનો ફાયદો ઉઠાવી શકે છે. ભારતમાં કેટલીક સપાટ પિચો પર પણ તેણે બોલ સ્વિંગ કરાવવામાં સફળતા મેળવી હતી, તેથી મને લાગે છે કે અહીં તેનો સામનો કરવો ન્યૂઝીલેન્ડ માટે એક મોટો પડકાર રહેશે.’

શ્રેણીમાં બોલરોનું પ્રભુત્વ રહેવાની શક્યતા

આ શ્રેણીમાં બોલરોનું વર્ચસ્વ રહેવાની શક્યતા વ્યક્ત કરતા સેન્ટનરે જણાવ્યું કે, ‘મને લાગે છે કે પ્રથમ મેચમાં આવું થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ પણ શકે છે. આ બાબત ઘણે અંશે હવામાન પર નિર્ભર કરે છે. જે પિચ પર પ્રથમ મેચ રમાશે તે જ પિચ પર બીજી મેચ પણ રમાવાની છે, તેથી તે થોડી સપાટ બની શકે છે.’

આ સમાચાર શેર કરો