મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2027માં રમશે કે નહીં એમએસ ધોની? CSK તરફથી આવી ગયો જવાબ

IPL 2027માં રમશે કે નહીં એમએસ ધોની? CSK તરફથી આવી ગયો જવાબ
તસવીર: GSTV

મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર ભલે ગમે તેટલી હોય, ક્રિકેટ ફેન્સ હજુ પણ તેને રમતો જોવા માંગે છે. ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેની ફેન ફોલોઈંગ ઓછી થઈ નથી. હવે વિશ્વભરના ક્રિકેટ ફેન્સ જાણવા માંગે છે કે શું એમએસ ધોની IPLની 20મી સિઝન એટલે કે IPL 2027માં રમશે કે નહીં. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જવાબ આવ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને એક નિવેદન આપ્યું છે જે ધોનીના ફેન્સને ગમશે. કાસી વિશ્વનાથન કહે છે કે એમએસ ધોનીમાં હજુ પણ ક્રિકેટ બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે ધોની છેલ્લી સિઝનમાં રમવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

ચેન્નાઈમાં મીડિયા સાથે વાત કરતા વિશ્વનાથને કહ્યું કે ફ્રેન્ચાઈઝીએ એમએસ ધોની IPL 2027 માં રમશે કે નહીં તે અંગેનો નિર્ણય સંપૂર્ણપણે તેના પર છોડી દીધો છે. તેમણે કહ્યું, "આ એક પ્રશ્ન છે જે તમારે તેને પૂછવો જોઈએ. મારેપણ તેને પૂછવું પડશે. જ્યારે તે ચેન્નાઈ આવશે, ત્યારે તે અમને પોતાનો નિર્ણય જણાવશે. મને લાગે છે કે તેની પાસે CSK માટે રમવાનું ચાલુ રાખવાની તક છે. તે હજુ પણ એક ખેલાડી છે, તમે જાણો છો."

ધોનીએ IPL 2026માં એક પણ મેચ રમી ન હતી

એમએસ ધોનીએ IPL 2026માં એક પણ મેચ નહતી રમી. તે દરેક મેચ માટે ટીમ સાથે મેદાન પર ગયો હતો, પરંતુ ફિટનેસ સમસ્યાઓને કારણે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તે ગઈ સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પણ નહતો રમ્યો. ધોનીની વધતી ઉંમરને કારણે દર વર્ષે તેની ભાગીદારી અંગે ચર્ચાઓ થાય છે. ધોની અત્યારે 45 વર્ષનો છે. 

ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સના પરંપરાગત લેપ ઓફ ઓનરમાં ભાગ લીધા પછી એમએસ ધોનીના જૂના સાથી અને ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું હતું કે તેણે માહી ભાઈને IPL 2027 માટે પાછા ફરવા વિનંતી કરી હતી.

આ સમાચાર શેર કરો