Video: કચ્છના નખત્રાણામાં NTPCના 300 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ સામે 11 ગામના લોકોનો ઉગ્ર વિરોધ

કચ્છના નખત્રાણાના ફુલાય-છારી નજીક ચાલી રહેલા આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાનો ગ્રામજનોનો આરોપ છે. પહાડો ખોદી નાખવા અને તળાવને નુકસાન પહોંચાડવાને કારણે પશુઓના ચરિયાણ અને પાણીના પ્રશ્નો ગંભીર બન્યા છે. વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા કાયનાત અંસારી અને ઈશાક જત સહિતના લોકો સામે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ એફઆઈઆરને ખોટી ગણાવીને પોલીસે કંપની તરફી વલણ અપનાવ્યાનો ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે પર્યાવરણ અને પોતાના હક માટે આ લડત કોઈપણ ભોગે ચાલુ જ રહેશે.
જાહેરાત






