Video: કચ્છના મુન્દ્રા-લુણી રોડ પર ગમખ્વાર અકસ્માત: રસ્તા પર અચાનક ગાય આવી જતા પિતા-પુત્રના કરૂણ મોત

ઘટનાની વિગતો મુજબ, સિનુગ્રા ગામના રહેવાસી પિતા અને પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તા વચ્ચે ગાય આડી ઉતરી હતી. ગાયને બચાવવાના પ્રયાસમાં બાઈક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બંને પિતા-પુત્ર રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. રોડ પર પટકાવાને કારણે બંનેને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રસ્તા પર બેફામ ફરી રહેલા રખડતા ઢોરના વધતા ત્રાસ અને તેના કારણે રોજબરોજ સર્જાતા જીવલેણ અકસ્માતોને લઈને પ્રજાજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
જાહેરાત








