Video: છોટાઉદેપુર: જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત સાંસદ જશુભાઈ રાઠવા ટ્રેક્ટર લઈને નીકળ્યા સ્વચ્છતા અભિયાનમાં

સરકાર દ્વારા અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે નાના સમઢિયાળા ગામે અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવન તૈયાર કરવામાં આવ્યું છે. લોકાર્પણ સમારોહ દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાની સાથે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ સહિતના અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ વિધિ સંપન્ન થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
જાહેરાત








