Video: અમદાવાદમાં છઠ પૂજાને લઈને તડામાર તૈયારીઓ: ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના કિનારે બે ઘાટ તૈયાર કરાશે

આગામી 15 અને 16 નવેમ્બરે યોજાનાર છઠ પૂજાના મહાપર્વને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીના કિનારે વિશેષ બે ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તર ભારતીય સમુદાયમાં આ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ તહેવારમાં અંદાજે 20 થી 22 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સરળ રહે તે માટે પણ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
જાહેરાત







