Video: છોટાઉદેપુર: બોડેલી APMCમાં લાભ પાંચમથી કપાસની ખરીદીનો પ્રારંભ, 8,800 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી

લાભ પાંચમના શુભારંભે બોડેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવક શરૂ થતાં જ ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. ખેડૂતોને કપાસનો આશરે 8,800 રૂપિયા ભાવ મળતા તેમણે આશ્ચર્ય અને રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આજકાલ બિયારણ, ખાતર અને દવાઓ સહિતનો ખેતી ખર્ચ ખૂબ જ વધી ગયો છે, જેની સરખામણીએ કપાસનો આ ભાવ ઘણો ઓછો છે. APMC કરતા ખુલ્લા બજારમાં કપાસના વધુ ભાવ મળી રહ્યા હોવાનો દાવો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પોતાના મહેનતના પરસેવાની પૂરતી કિંમત ન મળવાને કારણે કપાસના પોષણક્ષમ ભાવ મળે તેવી પ્રબળ માંગ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે.
જાહેરાત







