Video: દાહોદમાં ધાર્મિક યાત્રાના નામે લોકો સાથે ઠગાઈ: 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

સોર્સ: gstv

દાહોદમાં શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે. પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, પાંચ જેટલા આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. ધાર્મિક યાત્રાનું આયોજન કરવાના બહાને આ ઠગોએ લોકો સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. પ્રાથમિક તપાસમાં 3 લાખ 61 હજાર રૂપિયાની માતબર રકમની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. હાલ દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે અને અન્ય ભોગ બનનારાઓ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત