Video: અમદાવાદમાં પણ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી

સોર્સ: gstv

અમદાવાદમાં પણ ભાજપે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરી. આગામી ૧૫ નવેમ્બરના રોજ વિરમગામ તાલુકાના શાહપુર ગામ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાશે...આ મુખ્ય કાર્યક્રમમાં અંદાજે ૨ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઇસનપુર ખાતે આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા પાસે જાહેર કાર્યક્રમનોનું આયોજન કરાયું છે. એવી ચર્ચા છે કે, ચૂંટણી નજીક છે અને આદિવાસી વિસ્તારોમાં નારાજગીને ઠંડી પાડવા માટે આ પ્રકારના કાર્યક્રમો કરીને આદિવાસી સમાજના લોકોને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

આ સમાચાર શેર કરો

જાહેરાત