Video: જૂનાગઢ ગિરનાર પર્વતની યાત્રાએ આવેલા બેંગલોરના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયું

સોર્સ: gstv

પ્રાપ્ત માહિતી અનુસાર, સંદીપ જૈન વહેલી સવારે ગિરનાર પર્વત પર સીડીઓ મારફતે ચડીને ગયા હતા અને પરત ફરતી વખતે ગૌરક્ષનાથ ટૂંક પાસેથી ચાલતા આવી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા રોપવેના સતર્ક કર્મચારીઓએ તાત્કાલિક માનવતા દાખવીને તેમને બચાવવા માટે સી.પી.આર. આપ્યું હતું અને ટ્રોલી દ્વારા નીચે લાવ્યા હતા. સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા પ્રવાસીને ત્વરિત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી પર્વત પર શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત