Video: દાહોદના નઢેલાવ ગામે ફટાકડાના તણખલાથી મકાઈના પાકમાં આગ

સોર્સ: gstv

દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ફટાકડાના તણખલાથી મકાઈના પાકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગામના ધૂળ મહુડી ફળિયામાં સાંજના સમયે ફટાકડા ફોડતી વખતે તણખલો ઉડતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ખેડૂત અજયભાઈ ભાભોરનો 4થી 5 ટ્રેક્ટર જેટલો મકાઈનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આગને પગલે ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગમાં આખો પાક બળીને નાશ પામતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે. મહેનતથી તૈયાર કરેલો પાક હાથમાંથી જતાં ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત