Video: મોંઘવારીનો વધુ એક ફટકો: ગુજરાત એનર્જી દ્વારા સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ૫ રૂપિયાનો વધારો

ગુજરાત એનર્જી દ્વારા પણ ભાવોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે ગ્રાહકોએ હવે સીએનજી ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા દર 16મી નવેમ્બરથી અમલી બની જશે. મોંઘવારીના આ સમયમાં સીએનજીના ભાવો વધતા વાહનચાલકોના માસિક બજેટ પર ભારે અસર પડશે અને સામાન્ય જનતાના ખિસ્સા પર વધારાનો આર્થિક ભારણ વધી જશે.
જાહેરાત








