Video: સુરેન્દ્રનગરમાં નમો ભારત ટ્રેનના દરવાજા લોક થતા 15 મુસાફરો ફસાયા, રેલવે તંત્ર સામે રોષ

ગાંધીધામથી ધ્રાંગધ્રા જતી નમો ભારત રેપિડ રેલમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 8 નવેમ્બરે ધ્રાંગધ્રા સ્ટેશને ટ્રેનના C6, C7 અને C8 કોચના દરવાજા ખુલ્યા જ ન હતા. ફસાયેલા મુસાફરોએ ત્રણ-ત્રણ વખત ઈમરજન્સી બટન દબાવવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને ટ્રેન આગળ ઉપડી ગઈ હતી. સુરેન્દ્રનગરના રાજીવ ગોર સહિત 14 મુસાફરોએ નાછૂટકે વિરમગામ સુધી જવું પડ્યું હતું. વિરમગામ ખાતે પણ દરવાજા ન ખૂલતા મુસાફરોએ ભારે મુશ્કેલી સાથે અન્ય કોચમાંથી બહાર નીકળવું પડ્યું હતું. આ મામલે ફરિયાદ કરવા છતાં રેલવે તંત્ર દ્વારા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા પ્રવાસીઓમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે.
જાહેરાત








