Video: જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણી વચ્ચે સુરતથી 500 કિમીની સાયકલ યાત્રા કરી યુવાનો વીરપુર પહોંચ્યા

પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો વીરપુર પહોંચી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઉન ગામના 35 જેટલા યુવાનોએ જલારામ બાપા પ્રત્યેની પોતાની અનોખી શ્રદ્ધા વ્યક્ત કરવા સાયકલ યાત્રા યોજી હતી. ચાર દિવસ પહેલાં સુરતથી શરૂ થયેલી આ યાત્રામાં યુવાનોએ અંદાજે 500 કિલોમીટરનું અંતર કાપીને વીરપુરમાં પ્રવેશ કર્યો હતો. તેમની આ યાત્રાનું વિશેષ આકર્ષણ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ રહ્યો હતો.
જાહેરાત







