Video: ગુજરાત ભાજપમાં બધું બરાબર છે તો મોદીને બેઠક કેમ કરવી પડી? આંતરિક અસંતોષ અને જૂથવાદ અંગે રાજકીય ચર્ચા જોરશોરથી જારી

ગુજરાતમાં ભાજપ પાસે સત્તાનું સુખ હોવા છતાં વહીવટી તંત્ર પર પકડ ઢીલી પડતી હોવાની ચર્ચાઓ અને આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. પક્ષ ૨૦૨૭ની ચૂંટણીમાં ૧૬૧ બેઠકો જીતવાના સપનાં જોઈ રહ્યો છે, પરંતુ પક્ષની અંદર જ નેતાઓની ખેંચતાણ અને અસંતોષનો ધુમાડો નીકળી રહ્યો છે. અધિકારીઓ પર પકડ, સંગઠનનું સંકલન અને જનતાના પ્રશ્નો જેવા મુદ્દે વડાપ્રધાનની આ બેઠક માત્ર ઔપચારિકતા નથી પરંતુ ગંભીર ચેતવણી સમાન છે. ચૂંટણીમાં વિરોધીઓ સામે લડતા પહેલાં ભાજપે પોતાના ઘરના આંતરિક વિખવાદ અને અસંતોષને દૂર કરવા પડશે, નહીં તો ૧૬૧ બેઠકોનું લક્ષ્ય માત્ર કાગળ પર જ રહી જશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
જાહેરાત







