Video: સરખેજમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને લઈને NCB દ્વારા તપાસનો ધમધમાટ, મકાન માલિકના કોફીશોપ અને આંતર રાજ્ય તપાસ શરૂ

અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં લેબન પાર્કમાં NCBની ટીમે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનો જથ્થાબંધ કાચો માલ, જોખમી કેમિકલ્સ અને ડ્રગ્સ બનાવવાનાં આધુનિક સાધનો કબજે કરવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયત કરાયેલો મકાન માલિક YMCAથી SP રિંગ રોડ તરફ જતા એક કોફી શોપ પણ ચલાવે છે. ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને આ કોફી શોપનો ઉપયોગ ડ્રગ્સના વેચાણ કે સપ્લાય માટે થતો હતો કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.. ગુજરાત NCBના ઝોનલ ડાયરેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદમાં આ પ્રથમ સૌથી મોટી કાર્યવાહી છે.
જાહેરાત







