લીંબડી-ધંધુકા હાઈવે પર કાળમુખી ઈકો કારે મચાવ્યો કહેર! રણુજા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને કચડ્યા, 6 શ્રદ્ધાળુઓ લોહીલુહાણ!

લીંબડી-ધંધુકા હાઈવે પર કાળમુખી ઈકો કારે મચાવ્યો કહેર! રણુજા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને કચડ્યા, 6 શ્રદ્ધાળુઓ લોહીલુહાણ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લીંબડી-ધંધુકા હાઈવે પર પૂરપાટ ઝડપે જતી ઈકો કારના ચાલકે રણુજા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 પદયાત્રીઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે લીંબડી તેમજ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

ભાવનગરથી રણુજા જતા પદયાત્રીઓને ઈકો કારે અડફેટે લેતા 6 ઈજાગ્રસ્ત

જાહેરાત

મળતી વિગતો અનુસાર, ભાવનગર પંથકમાંથી અંદાજે 25થી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા રણુજા ખાતે રામદેવપીરના દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન લીંબડી-ધંધુકા હાઈવે પર લીંબડી પાસે ઈકો કારના ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા બાદ ફરાર થઈ ગયો હતો.

અકસ્માતને પગલે પદયાત્રીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર અર્થે લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતના બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત