Video: સુરતના કાપડના ગોડાઉનમાં આગ, કાર સહિતનો સામાન બળીને ખાખ

સોર્સ: gstv

સુરતના ઉના વિસ્તારના ભીંડી બજાર સત્યનારાયણ નગરમાં આવેલા કપડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં જ્વલનશીલ કપડાં હોવાને કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ડરને લીધે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લોકોની ભારે ભીડ એકત્ર થઈ જતાં સ્થિતિ સંભાળવા બેથી ત્રણ પીસીઆર વાન બોલાવવી પડી હતી, અને પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉન નજીક પાર્ક કરેલી એક કાર પણ આગમાં બળીને ખાખ થઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત