ગુજરાત પહોંચ્યા PM મોદી, લોકભવનમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ સાથે કરશે ડિનર બેઠક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતં. ત્યારબાદ PM મોદી અમદાવાદ એરપોર્ટથી બાય રોડ ગાંધીનગર લોકભવન પહોંચ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેઓ લોકભવન પહોંચ્યા છે. નોંધનીય છે કે, લોકભવન ખાતે યોજાનારી ડિનર બેઠકમાં PM મોદી ઉપસ્થિત રહેશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓ સાથે બેઠક કરશે. આવામાં PM મોદીની ડિનર બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
જાહેરાત






