Video: વડોદરાના ગાજરાવાડીમાં ગેસ બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ, મહિલા સહિત પાંચ લોકો દાઝ્યા

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં એક મહિલા જમવાનું બનાવવા ગઈ હતી તે દરમિયાન અચાનક ગેસ બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના ધડાકાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. આગની ઝપેટમાં આવતા મહિલા સહિત કુલ પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
જાહેરાત








