Video: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે આશિષ પટેલનું કર્યું સન્માન: ૨૬ વર્ષની નિસ્વાર્થ સામાજિક અને ધાર્મિક સેવાઓની લીધી નોંધ

સાંસદ હરિ પટેલે આશિષ પટેલની ૨૬ વર્ષની બિનરાજકીય, ધાર્મિક અને સામાજિક સેવાઓની સરાહના કરી તેમને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર ઐઠોર ગામ, પરિવાર અને સહયોગીઓનું ગૌરવ છે. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણી રમેશભાઈ પટેલ, ગૌ પ્રેમી સુદીપ પટેલ અને સેવક ભાવેશ બારોટ ખાસ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સાંસદ હરિ પટેલને પણ ઐઠોર ગણપતિ દાદાનો ફોટો ભેટ આપી અને સાલ ઓઢાડીને હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આવા સન્માનોથી સેવાભાવી લોકોને નવી ઉર્જા અને પ્રોત્સાહન મળે છે.
જાહેરાત








