Video: ખેડા: નડિયાદ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને ચડવા જતાં અટવાઇ ગયેલી મહિલાનો ચમત્કારિક બચાવ થયો

અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન નડિયાદ સ્ટેશનેથી જઈ રહી હતી, તે દરમિયાન એક મહિલા ચાલુ ટ્રેનમાં બેસવા જતાં અટવાઈ ગઈ હતી. મહિલા ટ્રેનનું હેન્ડલ પકડીને પ્લેટફોર્મ પર ઢસડાઈ રહી હતી અને જોતજોતામાં તે રેલવે ટ્રેક પર પડી જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ જ સમયે સ્ટેશન પર હાજર નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.પી. મકવાણાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની જાનનું જોખમ ખેડીને દોટ મૂકી હતી. તેમણે ચાલુ ટ્રેને જ મહિલાને પકડીને ક પ્લેટફોર્મની સુરક્ષિત બાજુ ખેંચી લીધી હતી. પીએસઆઈની આ બહાદુરી અને ત્વરિત કાર્યવાહીના કારણે મહિલા ટ્રેક નીચે ફસાઈ જવાથી બચી ગઈ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો.
જાહેરાત







