Video: રાજકોટના ચુનારાવાડ ચોક પાસે સિટી બસે ટુ-વ્હીલર ચાલક મહિલાને લીધી અડફેટે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

રાજકોટના આજીડેમથી પરાપીપળીયા તરફ જતી સિટી બસના ચાલક રમેશ સોલંકી બસ લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તો ક્રોસ કરનાર ટુ-વ્હીલર ચાલક મહિલા અચાનક બસની ચપેટમાં આવી ગઈ હતી અને સિટી બસે તેને અડફેટે લીધી હતી...આ ગંભીર અકસ્માતમાં મહિલાને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા સ્પષ્ટ થયું છે કે આ અકસ્માતમાં બસચાલકનો કોઈ વાંક ન હતો. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો અને આ મામલે મહિલા દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
જાહેરાત







