Video: આદિવાસી સમાજના વિકાસ અને આજીવિકાને પ્રોત્સાહન આપવા શબરી બૂથ અને જોહર કેફે જેવી નવી પહેલ

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં આગામી 11થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઈને મહેસાણા મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમોની વિગતો આપવામાં આવી હતી. રાજ્યના આદિજાતિ અને બિનઆદિવાસી જિલ્લાઓ સહિત વિવિધ મહાનગરપાલિકાઓમાં અનેક કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર અને વલસાડ ખાતે રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે, જેમાં આદિજાતિ લાભાર્થીઓને વિવિધ વિકાસલક્ષી લાભો આપવામાં આવશે.
જાહેરાત








