Video: સાવરકુંડલામાં ૬૦ વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયું રોમાંચક ઈંગોરિયા યુદ્ધ

અમરેલીના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે ૬૦ વર્ષ જૂની પરંપરા મુજબ ઈંગોરિયાની રોમાંચક યુદ્ધ રમત યોજાઈ હતી. ચીકુ આકારના ઈંગોરિયા અને દોરાના કુકડામાં સુરોખાર ભરીને યુવાનો એકબીજા સામે મિસાઈલની જેમ ફેંકી આ નિર્દોષ રમત રમે છે. રાત્રે દેવળા ગેટ વિસ્તારમાં ખેલાયેલા આ જંગમાં બે થી અઢી લાખ જેટલા ઈંગોરિયા ફોડાયા હતા. આ અનોખી રમતને જોવા માટે દેશ-વિદેશથી લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ધારાસભ્ય મહેશ કસવાળા અને કલેક્ટરે પણ ઈંગોરિયા રમી રોમાંચ અનુભવ્યો હતો. સાવરકુંડલા શહેરનું વજન કાંટા માટે પ્રસિદ્ધ હતું અને છે તે જ રીતે દિવાળીને દિવસે રાત્રે રમાતી ઈંગોલિયાની લડાઈ માટે પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે
જાહેરાત







