ભાજપમાં લેઉઆ પટેલોને 'કટ ટુ સાઈઝ' કરવા અમિત શાહની યોજના સામે આક્રોશ

ભાજપમાં લેઉઆ પટેલોને 'કટ ટુ સાઈઝ' કરવા અમિત શાહની યોજના સામે આક્રોશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સૌરાષ્ટ્ર અને સુરત ખાતે વસતા લેઉવા પટેલ સમાજને સત્તા અને રાજકારણમાં વ્યવસ્થિત રીતે ‘કટ ટુ સાઈઝ’ કરવાની પેરવી ભાજપમાં લાંબા સમયથી ચાલી રહી હોવાનો ગંભીર મુદ્દો હાલ પાટીદાર યુવાનો અને રાજકીય બેઠકો પર ચર્ચાનાં એરણે ચડ્યો છે. અગાઉ જે બેઠકો પર લેઉવા પાટીદારો સાંસદ કે ધારાસભ્ય તરીકે મજબૂત પકડ ધરાવતા હતા, ત્યાં સમાજના આગેવાનોને ક્રમશઃ સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાના આંકડાકીય પુરાવાઓ સાથે સમાજમાં આક્રોશ પ્રવર્તે છે. સુરતની સંસ્થાઓ, આગેવાનો, યુવાનો પોતપોતાના વિસ્તારમાં ધીમે-ધીમે સક્રિય થઈ નવા-જૂની કરવાના મૂડમાં હોવાનું અંદરખાને ચર્ચાય છે.

સુરત અને સૌરાષ્ટ્રના યુવાનો (ઝેનઝી પેઢી) આક્રમક મૂડમાં

જાહેરાત

હવે સુરત અને સૌરાષ્ટ્રના યુવાનો (ઝેનઝી પેઢી) આ મુદ્દે આક્રમક મૂડમાં છે અને ટૂંક સમયમાં જ આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતભરમાં શાસક પક્ષની આ પ્રકારની રાજકીય નીતિઓ સામે લેઉવા પાટીદાર સમાજના હિતોનું રક્ષણ કરવા માટે સુરતની સંસ્તાઓ, આગેવાનો પોતપોતાના વિસ્તારમાં સક્રિય થઈ અંદરખાને કામે લાગ્યા છે. આ અંગે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. જો આગામી દિવસોમાં આ રાજકીય નબળાઈ દૂર નહીં થાય તો તેનો મોટો રાજકીટ ભડકો આગામી ચૂંટણીઓમાં જોવા મળે તેમ મનાય છે.

લોકસભા- વિધાનસભામાં સૌરાષ્ટ્રમાંથી લેઉવા પટેલોનાં પ્રતિનિધિત્વનું ભૂતકાળ અને વર્તમાનનું આછેરું ચિત્ર

 
  • જૂનાગઢ લોકસભા બેઠક પર ભૂતકાળમાં નાનજીભાઈ વેકરિયા, ગોવિંદભાઈ શેખડા, ભાવનાબેન ચિખલીયા જેવા લેઉવા પાટીદાર દિગ્ગજો પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
  • જૂનાગઢ વિધાનસભા બેઠક પર ગોરધનભાઈ વસોયા ધારાસભ્ય રહ્યા. જૂનાગઢ શહેરમાં લેઉવા પાટીદારોની વસ્તી ખૂબ મોટી હોવા છતાં અન્યાય થઈ રહ્યો છે.
  • અગાઉ મેંદરડા-માણિયા સીટમાં એલ.ટી. રાજાણી ધારાસભ્ય હતા તે સીટ પણ લેઉવા પાટીદારોની રહી નથી. સૌરાષ્ટ્રની અન્ય કેટલીક બેઠકો પર પણ લેઉવા પાટીદાર નેતૃત્વને ક્રમશઃ હાંસિયામાં ધકેલવામાં આવ્યું છે.
  • રાજકોટ લોકસભા બેઠક પર ભૂતકાળમાં રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, બાદમાં ભાજપમાંથી શિવલાલ વેકરીયા, વલ્લભભાઈ કથીરિયા સાંસદ રહી ચુક્યા છે. હાલમાં આ બેઠક પર કડવા પાટીદાર નેતા સાંસદ છે. વિધાનસભામાં રાજકોટની એક બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તુ કાપી અન્યને ટિકિટ આપવામાં આવી હતી.
  • જામનગર લોકસભા બેઠક પરથી ચંદ્રેશ પટેલ જેવા આગેવાનોનું પ્રતિનિધિત્વ હતું જે આજે નહિવત બન્યું છે.
  • વિધાનસભાની ગોંડલ બેઠક સમગ્ર ગુજરાતમાં વિસાવદર પછી લેઉવા પટેલોની સૌથી મોટી વસ્તી ધરાવતી (બીજા નંબરની) બેઠક છે. અહીં અગાઉ ચંદુભાઈ વઘાસિયા જેવા ધારાસભ્યો સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા પરંતુ વર્તમાન રાજકીય ગોઠવણોમાં આ બેઠકો પર પણ સમાજની પકડ નબળી પાડવાના પ્રયાસો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત