Video: અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા GIDCમાં કામદારોની અછતથી ઉદ્યોગો મુશ્કેલીમાં

સોર્સ: gstv

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતોમાં હાલ કામદારોની અછત સર્જાતા ઉદ્યોગોના ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે. છઠ પૂજા અને દિવાળી વેકેશનના કારણે ઉત્તરપ્રદેશ અને બિહારના મોટી સંખ્યામાં કામદારો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને છઠ પૂજાના ધાર્મિક મહત્ત્વને કારણે દર વર્ષે આ સમયગાળામાં કામદારો વતન જતા હોય છે. કામદારોની અછતને પગલે કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ સહિતના ઉદ્યોગોમાં ઉત્પાદન ધીમું પડી રહ્યું છે. ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર અનેક ઔદ્યોગિક એકમોમાં મજૂરોના અભાવે ઉત્પાદનને સીધી અસર થઈ રહી છે. આગામી 15 દિવસમાં કામદારો પરત ફરે તેવી શક્યતા છે, ત્યાં સુધી ઉદ્યોગોમાં અછત યથાવત રહેવાની સંભાવના છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત