Video: દિવાળી પર્વ પર મુસાફરો માટે વિશેષ ભેટ: અમદાવાદથી એકતાનગર વચ્ચે આકર્ષક હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે

સોર્સ: gstv

મળતી માહિતી મુજબ આગામી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ અમદાવાદ અને એકતાનગર વચ્ચે ટ્રેન નંબર દ્વારા કુલ ચાર ફેરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી બપોરે સવા ત્રણ કલાકે ઉપડીને સાંજે સાત વાગ્યે એકતાનગર પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે એકતાનગરથી સવારે સવા 10 કલાકે ઉપડી બપોરે સવા બે કલાકે અમદાવાદ પરત આવશે. મુસાફરોની સગવડ માટે આ ટ્રેનનું બંને દિશામાં વડોદરા સ્ટેશન પર વિશેષ સ્ટોપેજ પણ રાખવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના આધુનિક કોચ જોડવામાં આવ્યા છે, જેમાં ત્રણ એક્ઝિક્યુટિવ ચેરકાર અને એક ખાસ રેસ્ટોરન્ટ ડાઇનિંગ કારનો સમાવેશ થાય છે, જે મુસાફરોને અદભુત પ્રવાસનો રોમાંચક અનુભવ કરાવશે. આ વિશેષ ટ્રેન માટેનું બુકિંગ આઈઆરસીટીસી વેબસાઇટ અને રેલવે રિઝર્વેશન સેન્ટર પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત