Video: જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દીપડાના હુમલામાં માસૂમ બાળકનું મોત, દંપતી ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

જૂનાગઢના મેંદરડાના દાત્રાણા ગામે દિવાળીની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. અહીં વાડી વિસ્તારમાં રમી રહેલા ૬ વર્ષના માસૂમ બાળક શિવરાજ પર ખૂંખાર દીપડાએ અચાનક હુમલો કરી તેને ગળાના ભાગે દબોચી લીધો હતો. ગ્રામજનોની બૂમાબૂમ અને લાઈટોના પ્રકાશથી દીપડો બાળકને છોડીને ભાગ્યો હતો, પરંતુ ગંભીર ઈજાને કારણે માસૂમનું મોત નીપજ્યું હતું. ભાગતી વખતે દીપડાએ બાઈક સવાર દંપતીને પણ અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા, જેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ઘટનાને લઈને વનવિભાગના ૮૦ થી ૯૦ કર્મચારીઓનો કાફલો કામે લાગ્યો છે અને ૭ થી ૮ પાંજરા ગોઠવીને દીપડાને ઝડપી પાડવાની સઘન તપાસ ચલાવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત