Video: AMC રોડ બિલ્ડીંગ કમિટીનો મોટો નિર્ણય: AMC હવે પોતાનું ઇજનેરી ડિઝાઇન યુનિટ બનાવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા થતા રોડ, બ્રિજ અને બિલ્ડિંગના કામોનું યોગ્ય સુપરવિઝન થાય તે માટે કમિશનરે ખાસ સૂચના આપીને નવું ડિઝાઇન યુનિટ બનાવવાનો આદેશ કર્યો છે. અત્યાર સુધી પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી એજન્સી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ રોકવામાં આવતા હતા. નવા નિયમ મુજબ હવે ઇજનેર વિભાગે કોઈપણ કામ માટે કન્સલ્ટન્ટ રાખવા માટે એમ-પેનલ રાખવું ફરજિયાત બનશે. જો એમ-પેનલ સિવાયના કન્સલ્ટન્ટ પાસે કામ કરાવવું પડશે તો સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. AMCના આ પગલાથી વહીવટી પારદર્શિતા વધવાની સાથે આર્થિક બોજો પણ ઓછો થશે.
જાહેરાત





