Video: ખંભાળિયા નજીક જૂનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક સિંહણનું મોત

સોર્સ: gstv

જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં એક સિંહણનું મોત નીપજ્યું છે. ખંભાળિયા નજીક ઓઝત નદીના પુલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. જૂનાગઢથી વિસાવદર તરફ જતી ટ્રેનની અડફેટે અંદાજે 5થી 9 વર્ષની સિંહણ આવી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ઘેટાં-બકરાંનો શિકાર કરવા દોડતી વખતે સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. દુર્ઘટનાને પગલે અંદાજે એક કલાક સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો હતો અને વન વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત