Video: બિરસા મુંડાની જન્મજયંતિને લઈને ભાજપ-કોંગ્રેસના અલગ-અલગ કાર્યક્રમો

સોર્સ: gstv

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતાં રાજકીય ગરમાવો તેજ થયો. રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ દ્વારા નસવાડીમાં પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં રેલી અને જાહેરસભાનું આયોજન કરાયું છે. કોંગ્રેસના સંદીપ માંગરોળાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આદિવાસી વિસ્તારોમાં પૂરતો વિકાસ થયો નથી અને યુવાનોને રોજગારી મળતી નથી. સરકાર આદિવાસીઓની જમીન ઉદ્યોગપતિઓને આપવા માંગે છે અને સત્તાધારી પક્ષ મતચોરીથી સરકાર બનાવે છે. આદિવાસી વિસ્તારોમાં ઉજવણીના કાર્યક્રમો થકી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રીતસરની સ્પર્ધા જામી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત