Video: સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, જીલેટિનથી ખોદકામના વીડિયો વાયરલ થતાં તંત્ર સામે સવાલ

સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જમીનમાં ખનિજ ખાણો બનાવવા માટે જીલેટિન જેવા વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયો મુળી વિસ્તારનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ ખનિજ માફિયાઓએ ફરી ખોદકામની તૈયારીઓ શરૂ કરી હોવાની ચર્ચા છે. જમીનમાં વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ થતો હોવા છતાં ખાણ ખનિજ વિભાગ અને તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. જીલેટિન જેવા વિસ્ફોટક પદાર્થોનો બેફામ પુરવઠો ક્યાંથી થઈ રહ્યો છે તેની તપાસ કરવાની માંગ ઉઠી છે.
જાહેરાત







