Video: સુરેન્દ્રનગરમાં હરિદ્વાર ટૂરના નામે 20 લાખથી વધુની છેતરપિંડી, ચાર સંચાલકો ફરાર

સુરેન્દ્રનગરમાં હરિદ્વાર ટૂરના નામે 470થી વધુ લોકો સાથે 20 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર ચાર ટૂર સંચાલકોને ઝડપી પાડવા સિટી પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીઓએ માત્ર 4200 રૂપિયામાં હરિદ્વારની યાત્રા કરાવી પરત આવ્યા બાદ પૈસા પરત આપવાની લોભામણી સ્કીમ આપી લોકો પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે લક્ષ્મણજી ઠાકોર, લાલાભાઈ ઉર્ફે ચેતનભાઈ, વિક્રમસિંહ પરમાર અને નટવરસિંહ ઝાલા સામે ગુનો નોંધાયો છે. ચારેય આરોપીઓ મહેસાણાના પીલવાઈ ગામના હોવાનું સામે આવ્યું છે. તેમને ઝડપી પાડવા સુરરેન્દ્રનગર સિટી પોલીસની બે ટીમોએ મહેસાણામાં ધામા નાખ્યા હતા, પરંતુ ઓફિસ અને ઘરે તાળા મળી આવતાં ચારેય ફરાર હોવાનું સામે આવ્યું છે. મહીસાગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ ટોળકીએ છેતરપિંડી કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છે.
જાહેરાત







