Video: ગુજરાતમાં સાત દિવસ બાદ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

સોર્સ: gstv

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે. 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે સાત દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં હવામાનની સ્થિતિ સામાન્ય રહેવાના સંકેતો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત