Video: પદ્મશ્રી સવજી ધોળકિયા સામે ગૌચર જમીનના દબાણના આક્ષેપો

અમરેલી જિલ્લાના લાઠીના પદ્મશ્રી સવજી ધોળકિયા સામે RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલા ગૌચર જમીન પર દબાણના આક્ષેપો મામલે હવે ખેડૂતો અને પ્રોજેક્ટ મેનેજરે પ્રતિક્રિયા આપી છે. પ્રોજેક્ટ મેનેજરના જણાવ્યા મુજબ ધોળકિયા ફાઉન્ડેશન વર્ષ 2008થી જળસંચયનાં કાર્યો કરી રહ્યું છે અને અનેક સરોવરો સ્વખર્ચે, જનભાગીદારી તેમજ સરકારી યોજનાઓ હેઠળ બનાવવામાં આવ્યા છે. સરોવરોના નિર્માણથી નદીઓમાં પાણીનો સંગ્રહ વધ્યો છે અને આસપાસના ગામોના ખેડૂતોને ખેતીમાં મોટો ફાયદો થયો છે. પાણીની ઉપલબ્ધતાથી બારેમાસ ખેતી શક્ય બની છે અને વન્યજીવો, પશુઓ તથા પક્ષીઓનો વસવાટ પણ વધ્યો છે.
જાહેરાત








