Video: અમરેલીના ખાંભામાં સિંહના આંટાફેરા: મહાદેવપરા વિસ્તારમાં શિકારની શોધમાં ઘૂસેલા સિંહે પશુને બનાવ્યો શિકાર

શિકારની શોધમાં ખાંભાની શેરીઓમાં આંટાફેરા કરતા સિંહના પગલાં પડતાની સાથે જ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સિંહે એક પશુ પાછળ દોટ લગાવીને તેનો શિકાર કર્યો હતો અને નિરાંતે મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જંગલ વિસ્તાર છોડીને સિંહોના આ પ્રકારે શહેરી વિસ્તારોની શેરીઓમાં આંટાફેરા કરવાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.
જાહેરાત








