Video: વાવ તાલુકાના બુકણા માઇનોર કેનાલમાં રવિ સીઝનનું પાણી છોડાતાની સાથે જ પડ્યું મોટું ગાબડું, ખેડૂતોમાં ભારે રોષ

સોર્સ: gstv

ચાલુ સીઝનમાં કેનાલોની યોગ્ય સાફ-સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક બાજુ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે પાણી મેળવવા વલખા મારી રહ્યા છે અને રઝળપાટ કરી રહ્યા છે, તો બીજી બાજુ કેનાલમાં પાણી આવતાની સાથે જ તે તૂટી જવાની ઘટનાઓથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વહેલી તકે કેનાલનું સમારકામ કરી પાણી પૂરું પાડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત