Video: સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રભરની તરસ છીપાવવા એશિયાના સૌથી મોટા ઢાંકી પંપિંગ સ્ટેશનથી દૈનિક ૭ હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત!

સોર્સ: gstv

આ મહત્વપૂર્ણ પગલા હેઠળ વલભીપુર, મોરબી, માળિયા, લીંબડી, બોટાદ અને નરસિંહપુરા સહિત કુલ ૯ જેટલી મુખ્ય કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. પંપિંગ સ્ટેશનમાં એક મિનિટમાં સાડા 4 લાખ ક્યુસેક પાણીની જબરદસ્ત આવક નોંધાઈ રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે પાણીની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બને તેવા સકારાત્મક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઢાંકી પંપિંગ સ્ટેશનથી કેનાલોમાં પાણી છોડાતા સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે હર્ષોલ્લાસ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત