Video: જંબુસર એસટી ડેપો વિસ્તારમાં ફરી વ્યક્તિ ગટરમાં ખાબકતા તંત્ર સામે સવાલો

સોર્સ: gstv

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જંબુસર એસટી ડેપો વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં એક વ્યક્તિ ખાબકતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. જોકે, નજીકમાં હાજર સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી વ્યક્તિને ગટરમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી. મહત્વનું છે કે આ જ ખુલ્લી ગટરમાં અગાઉ બે બાળકો પણ પડી ગયા હોવાની ઘટના બની હતી. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં ગટર ખુલ્લી કેમ રાખવામાં આવી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. હવે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત