Video: જૂનાગઢના ગાંધીગ્રામમાં બુટલેગરોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર, 3.13 કરોડની જમીન ખુલ્લી કરાઈ

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સરદાર ગેટ બાદ હવે ગાંધીગ્રામના સંજયનગર, વ્રજવિહાર, લીરબાઈપરા અને સિંધી સોસાયટી રોડ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસના રિપોર્ટ બાદ બુટલેગરો અને અસામાજિક તત્વો સાથે સંકળાયેલા લોકોના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બાલુ ઉર્ફે ઘેલીયો કોડીયાતર, પરેશ ઉર્ફે પરીયો ગરચર સહિતના શખ્સોના મકાનો અને દબાણો દૂર કરાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 2205 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. જંત્રી મુજબ આશરે 3.13 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાતાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જાહેરાત








