Video: સુરતમાં બિલ્ડીંગમાં આગથી અનેક વાહનોને નુકસાન

સોર્સ: gstv

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના એવેન્યુ નામની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી.. આ આગ એટલી ભીષણ હતી કે પાર્કિંગમાં ઊભેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં અંદાજે 15થી 16 જેટલા ટુ-વ્હીલર તથા 2 નાની સાઈકલ આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ આગ બિલ્ડિંગના પાર્કિંગમા કોઈ અગમ્ય કારણોસર ફાટી નીકળી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો તાત્કાલિક કામે લાગી હતી. ફાયર વિભાગની ગાડીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ સત્વરે કામગીરી શરૂ કરીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો, જેથી આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પાર્કિંગમાં રહેલા વાહનો બળી જવાથી વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત