Video: રાજકોટ ગ્રામ્યમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 700 કિલોથી વધુ જથ્થા સાથે એકની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય SOG પોલીસને ગાંજાના ગેરકાયદે વાવેતર સામે મોટી સફળતા મળી છે. વિંછિયા તાલુકાના છાસીયા ગામના રહેવાસી સવશી મીઠાપરાએ પોતાની માલિકીની ઝરડા સીમમાં આવેલી ખેતીની જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ગ્રામ્ય SOGની ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાંજાનો 700 કિલોથી વધુનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપી સવશી મીઠાપરાની ધરપકડ કરી છે. આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરવા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત
















