Video: રાજકોટના ગામડાઓમાં નશાનું નેટવર્ક

રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે...જેમાં વિંછીયા પંથકના છાસિયા ગામની સીમમાં આવેલી એક વાડી પર સચોટ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીના શેઢે ખુલ્લામાં સુકવવા માટે રાખવામાં આવેલો અંદાજે ૭૦૫ કિલો અને ૪૯૦ ગ્રામ વજનનો વિપુલ પ્રમાણમાં લીલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આ માદક ગાંજાની કિંમત આશરે ૩ કરોડ ૫3 લાખ જેટલી ઉંચી આંકવામાં આવી છે. આ મામલે પોલીસે વાડીના માલિક અને મુખ્ય આરોપી સવશી મીઠાપરાની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં નશાના આ કાળા કારોબાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે.
જાહેરાત














