Video: રાજકોટના ગોંડલ ચોકડી પાસે TRB જવાનોની દાદાગીરી, મહિલાને ઈજા પહોંચી હોવાનો આક્ષેપ

સોર્સ: gstv

રાજકોટના ગોંડલ ચોકડી પાસે ટીઆરબી જવાનોની દાદાગીરીના આક્ષેપ થયો છે. શિવ હોટલ નજીક મહિલા અને ટીઆરબી જવાનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સીટ બેલ્ટના મુદ્દે મહિલા અને ટીઆરબી જવાન વચ્ચે બોલાચાલી બાદ વિવાદ વકર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મહિલાના મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ટીઆરબી જવાનોની કામગીરી અને વર્તણૂક સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત