Video: સ્પાઈસ જેટની ફ્લાઇટ બુક કરાવનારા સાવધાન

સોર્સ: gstv

દુબઈથી ભારત આવવા-જવા માટે SpiceJetની ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દુબઈ એરપોર્ટ્સે એરલાઇનની ચેક-ઇન સેવા રોકી દીધી છે. અહેવાલો અનુસાર, SpiceJetએ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની dnataને આશરે 14 મિલિયન UAE દિરહામ એટલે કે લગભગ 35.85 કરોડ ચૂકવવાના બાકી છે. પેમેન્ટ ન મળવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે…..આ મામલાની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા અનુસાર, દુબઈ એરપોર્ટ્સે 12 નવેમ્બરે SpiceJetને ઈ-મેઇલ મોકલીને બાકી પેમેન્ટ અંગે જાણ કરી હતી. ઈ-મેઇલમાં જણાવાયું હતું કે 13 ઓક્ટોબરથી કોઈ પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને કુલ બાકી રકમ વધીને 14 મિલિયન દિરહામ થઈ ગઈ છે. એરપોર્ટ સંચાલકે પેમેન્ટની શરતોનું સતત પાલન ન થવાનું કારણ આપીને ચેક-ઇન સેવા રોકવાની જાણ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત