Video: રાજકોટના શાપર નજીક ઔદ્યોગિક વિસ્તારમાં લાગી આગ

સોર્સ: gstv

રાજકોટના શાપર નજીક આવેલા વીરવા ઔદ્યોગિક વિસ્તારમાં આગ ફાટી નિકળી હતી..અહીંના સખીયા ઇન્ડસ્ટ્રીઝની આસપાસ સદગુરુ ઇન્ડસ્ટ્રીઝના લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જાણ થતાં જ શાપર-વેરાવળ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આગમાં મોટાપાયે નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે..આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી પરંતુ તેને કારણે થોડીવાર માટે ભારે નાસભાગ અને ભયનો માહોલ છવાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત